જયંત ખત્રી

લેખક

ઠીકઠીક લાંબી, પણ કથા-ઘટનાના ઘટ્ટ પોત વાળી વાર્તાઓના સર્જક જયંત હીરજી ખત્રી (જ. ૨૪ સપ્ટેમ્બર ૧૯૦૯ – અવ. ૬ જૂન ૧૯૬૮)ની જન્મભૂમિ તેમ જ કર્મભૂમિ કચ્છ. ૧૯૩૫માં એલ.સી.પી.ઍસ. થઈને કચ્છ-ભૂજમાં જ ડૉક્ટરનો વ્યવસાય કર્યો. શ્રમજીવીઓ વચ્ચે વસ્યા. લેખકમિત્ર બકુલેશના સંગે સામ્યવાદી વિચાર-ચિતનનો રંગ એમને લાગ્યો. કચ્છની તળ ભૂમિ અને રણપ્રદેશનો એમનો સંસર્ગ અને અનુભવ એમની વાર્તાઓમાં ઝીણવટથી ઝીલાતાં રહ્યાં. એ કારણે, એમની વાર્તાઓ પરિવેશકેન્દ્રી, વાતાવરણ-પ્રધાન બની. પરંતુ, પાત્રના મનનાં ઊંડાણો આલેખવા તરફ એમની નજર વધુ રહી. કૅન્સરની બીમારીથી ૧૯૬૮માં એમનું અવસાન થયું. એમની વાર્તાઓના ત્રણ સંગ્રહ પ્રગટ થયા છે.

(પરિચય - રમણ સોની)

જયંત ખત્રી દ્વારા અન્ય પુસ્તકો

  • ખરા બપોર
    book icon

    ઇબુક

    ખરા બપોર

    લેખક: જયંત ખત્રી