નૂતન પ્રકલ્પો
એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્યને નવા ડિજિટલ માધ્યમો સાથે જોડવા માટે સતત નવી પહેલો કરી રહ્યું છે.
પોડકાસ્ટ્સ દ્વારા સાહિત્ય, લેખકો અને વિચારોને શ્રાવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જ્યારે શૈક્ષણિક લેસન પ્લાન્સ દ્વારા ગુજરાતી સાહિત્યને શીખવા-શીખવવામાં સરળ બનાવવામાં આવે છે.
આ પહેલો દ્વારા યુવા પેઢી સુધી ગુજરાતી ભાષા અને સાહિત્યને અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
એકત્ર પુસ્તકાલય પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક કે સંપાદક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ
વેબસાઇટની મુલાકાત લો
આ પ્રચુર માહિતીના યુગમાં, જ્યાં દરેક પાસે પોતાનો મત છે, ત્યાં વિષયને ખરા અર્થમાં સમજવા માટેનું પાયાનું જ્ઞાન ક્યાંક ખોવાઈ જાય છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, એકત્ર ફાઉન્ડેશન રજૂ કરે છે એકત્ર જ્ઞાનગોષ્ઠિ!
વેબસાઇટની મુલાકાત લો
એ એકત્ર ફાઉન્ડેશન દ્વારા ચાલાવાતી એક પહેલ છે, જેમાં વિશ્વસનીય અંગ્રેજી પુસ્તકોના સારને ગુજરાતી ભાષામાં સરળ રીતે બનાવવામાં આવે છે.
એકત્ર પોડકાસ્ટ્સ
એ એકત્ર ફાઉન્ડેશન દ્વારા ચાલાવાતી એક પહેલ છે, જેમાં વિશ્વસનીય અંગ્રેજી પુસ્તકોના સારને ગુજરાતી ભાષામાં સરળ રીતે બનાવવામાં આવે છે.
સહભાગી બનો
'એકત્ર' એ માત્ર એક સંસ્થા નથી, પણ ગુજરાતી ભાષા અને સાહિત્યનાં પ્રસાર માટેની એક ચળવળ છે. અમે હંમેશા નવા વિચારો અને ઉત્સાહી સ્વયંસેવકોને આવકારીએ છીએ જેઓ સાહિત્ય અને ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય.