કિશોરલાલ મશરૂવાળા
લેખક
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જ. ૫, ઑક્ટોબર ૧૮૯૦ – અવ. ૯, સપ્ટેમ્બર ૧૯૫૨) : મૌલિક અને નિર્ભિક વિચારક તરીકે જાણીતા હતા. ગાંધીજીના એક અંતેવાસી જેવા અને ગાંધીના કેટલાક વિચારોના ભાષ્યકાર જેવા હોવા છતાં એમની ગાંધીજીથી સ્વતંત્ર એવી નિજી વિચારણા પણ હતી. વિજ્ઞાનના સ્નાતક, રાષ્ટ્રિય શાળાના શિક્ષક, સ્વાતંત્ર્ય-સેનાની, 1946થી ‘હરિજન’ પત્રના તંત્રી મશરૂવાળાનું ખરું વ્યક્તિત્વ તો વિશ્લેષક ચિંતક-વિચારક તરીકેનું જ.
લેખક અને અનુવાદક તરીકે એમણે આપેલાં પુસ્તકોમાંથી વધુ મહત્ત્વનાં તારવીએ તો, ‘રામઅનેકૃષ્ણ’, ‘જીવનશોધન’, ‘સમૂળીક્રાન્તિ’, ‘કેળવણીનાપાયા’, ‘સ્ત્રીપુરુષમર્યાદા’, ‘કાગડાનીઆંખે’, એ મૌલિક પુસ્તકો તથા અનુવાદ-પુસ્તકો ‘વિદાયવેળાએ’ (ખલીલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’), 'ઊધઈનું જીવન'(મેરિસમૅટરલિંક કૃત’ધ લાઈફ ઑફ ધ વ્હાઇટ ઍન્ટ્સ’) મુખ્યગણાય. 'ગીતાધ્વનિ’ નામે એમણે કરેલો ભગવદ્ગીતાનો સમશ્લોકી અનુવાદ પણ નોંધપાત્ર છે.
(પરિચય - રમણ સોની)