મણિલાલ હ પટેલ

સંપાદક, સંપાદન

મણિલાલ હ. પટેલ (જ. ૯-૧૧-૧૯૪૯) આપણા પ્રતિષ્ઠિત કવિ, નિબંધકાર, વાર્તા-નવલકાર, ચરિત્રકાર, વિવેચક અને સંપાદક છે.
 
ગોલાના પાલ્લા, ગુણાવાડા, જિ. મહીસાગર, બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કૉલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા–ઘડાયા. ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યા. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે.
 
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૫થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલા સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઉડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ.
 
એમને ૩૦થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, સુરેશ જોશી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: પરિષદનાં ૭ અકાદમીનાં ૫ પારિતોષિક! દેશ-વિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.

મણિલાલ હ પટેલ દ્વારા અન્ય પુસ્તકો

  • ગુજરાતી સૉનેટસંપદા
    book icon

    ઇબુક

    ગુજરાતી સૉનેટસંપદા

    સંપાદક: મણિલાલ હ પટેલ

  • સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા
    book icon

    ઇબુક

    સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા

    સંપાદક: મણિલાલ હ પટેલ

  • સિગ્નેચર પોયમ્સ
    book icon

    ઇબુક

    સિગ્નેચર પોયમ્સ

    સંપાદનકારો: ગિરીશ ચૌધરી, મણિલાલ હ પટેલ

  • સોનાનાં વૃક્ષો
    book icon

    ઇબુક

    સોનાનાં વૃક્ષો

    લેખક: મણિલાલ હ પટેલ

  • ગુજરાતી નિબંધસંપદા
    book icon

    ઇબુક

    ગુજરાતી નિબંધસંપદા

    લેખક: મણિલાલ હ પટેલ

  • ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા
    book icon

    ઇબુક

    ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા

    લેખક: મણિલાલ હ પટેલ

  • ભૂંસાતાં ગ્રામચિત્રો
    book icon

    ઇબુક

    ભૂંસાતાં ગ્રામચિત્રો

    લેખક: મણિલાલ હ પટેલ