યજ્ઞેશ દવે

લેખક

યજ્ઞેશ દવે(જ. 24 માર્ચ 1954) : ‘જાતિસ્મર'(1992)ની દીર્ઘ અછાંદસ કાવ્યકૃતિઓમાંની સર્જકતાથી વિશેષ ધ્યાન ખેંચનાર યજ્ઞેશ દવેએ ‘જળની આંખે'(1985)થી ‘ગંધમંજૂષા'(2015) સુધીના ચાર સંગ્રહો આપ્યા છે એમાં મનુષ્યચેતના વ્યાપક ફલક પર અભિવ્યક્ત થઈ છે અને કલ્પન-પ્રવર્તન તાજગીવાળું બન્યું છે. કવિતા ઉપરાંત એમણે લલિત નિબંધો લખ્યા છે એનાં ‘અરૂપસાગરે રૂપરતન'(1998)થી ‘પવન વિદેહી'(2015) સુધીનાં 4 પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં વિસ્મય અને જિજ્ઞાસાનાં રૂપો ઉપરાંત પંખી-વનસ્પતિ-જગતનું સંવેદ્ય રૂપ પણ આલેખન પામ્યું છે. એની પાછળ યજ્ઞેશની સૃષ્ટિવિજ્ઞાનમાંની અધ્યયન-જિજ્ઞાસા પણ કારણભૂત છે. – વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એમણે Ecologyમાં સંશોધન-પદવી(Ph.D.) મેળવેલી છે.

એ ઉપરાંત બાળકો માટેના સાહિત્યની બે પુિસ્તકાઓ તથા ‘જાપાનીઝ હાઈકુ’ના અનુવાદનું પુસ્તક(2002) પણ એમણે આપ્યાં છે. યજ્ઞેશ દવે ઑલ ઇન્ડિયા રેડીઓમાંની લાંબી કારકિર્દી પછી સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા છે.

(પરિચય – રમણ સોની)

યજ્ઞેશ દવે દ્વારા અન્ય પુસ્તકો

  • અંતરંગ - બહિરંગ
    book icon

    ઇબુક

    અંતરંગ - બહિરંગ

    લેખક: યજ્ઞેશ દવે

  • મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત
    book icon

    ઇબુક

    મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત

    લેખક: યજ્ઞેશ દવે

  • પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત
    book icon

    ઇબુક

    પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત

    લેખક: યજ્ઞેશ દવે

  • ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત
    book icon

    ઇબુક

    ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત

    લેખક: યજ્ઞેશ દવે

  • ચિલિકા
    book icon

    ઇબુક

    ચિલિકા

    લેખક: યજ્ઞેશ દવે

  • અરૂપસાગરે રૂપરતન
    book icon

    ઇબુક

    અરૂપસાગરે રૂપરતન

    લેખક: યજ્ઞેશ દવે