Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ચિલિકા

યજ્ઞેશ દવે


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

ચિલિકાનું દૃશ્ય-શ્રાવ્ય રૂપ
 
યજ્ઞેશ દવેના ‘ચિલિકા’ પ્રવાસ નિબંધસંગ્રહનું આ એક સાવ નવતર કલેવર રૂપ – જેમાં દરેક પ્રવાસ નિબંધ શ્રાવ્ય-Audio રૂપે છે તો સાથે સાથે વાચ્ય રૂપે પણ. આ સંગ્રહમાં સંવેદનશીલ સર્જકે કરેલા ગ્વાલિયર ઓરછા જેવા ઐતિહાસિક સ્થળો, હિમાલયના અલ્મોડા કુમાઉ પ્રદેશ, ડાંગ જેવા ગાઢ અરણ્ય પ્રાંતર, ઉત્કલદેશ – ઓરિસાના પ્રવાસોની વાતો સાથે સાથે ધરતીકંપથી પડીને પાદર થઈ ગયેલા કચ્છની દર્દનાક દાસ્તાન પણ છે. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી વર્ષના શ્રેષ્ઠ નિબંધસંગ્રહનું પારિતોષિક મળેલું છે. સર્જક પોતે એક પ્રસારણકર્તા હોવાને લીધે ગદ્યપઠનમાં તેમના એ કૌશલનો લાભ પણ મળ્યો છે.
 
લેખક કહે છે, ‘ભારતભરમાં પ્રવાસો તો અનેક થયાં છે પણ પ્રવાસનિબંધો લખાયા છે તે જૂજ – પ્રવાસના જ. કારણ મારે મારી યાત્રાનો હિસાબ નથી આપવો. અંદર કંઈક ઊગી આવ્યું છે ત્યારે તે વિશે જરૂર લખ્યું છે – સ્થળ ઓછું મહત્ત્વનું હોય તો પણ.’
 
તો ચાલો, આપણે પણ લેખકની સાથેસાથે પ્રવાસ કરીએ અને સર્જકની બાહ્ય-ભીતરની યાત્રાના સહભાગી થઈએ.
author

યજ્ઞેશ દવે

વધુ જાણો

યજ્ઞેશ દવે રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો