Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

બોલે ઝીણા મોર

ભોળાભાઈ પટેલ


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

લેખકનું અંગત સંવેદનવિશ્વ આ નિબંધોમાં ઝિલાયું છે. પ્રકૃતિ, મનુષ્યસંબંધો, પુસ્તકો, ફિલ્મોના અનુભવો વાચકોમાં વહેંચવાનો – શૅર કરવાનો આનંદ અહીં ખૂબ રસ પડે એ રીતે વ્યક્ત થયો છે. ક્યાંક કુદરતને માણ્યાના હર્ષનું રંગદર્શી રૂપ ઊઘડ્યું છે – જેમ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો…’ એવા નિબંધોમાં; ક્યાંક વિચાર-સંચાર તીવ્રતાથી રજૂ થયો છે – ‘ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે’ જેવા લેખોમાં; ક્યાંક, કોઈ ઉત્તમ ફિલ્મનો આનંદ કોઈ આસ્વાદ-પરિચયરૂપે મુકાયો છે – પીટર બ્રૂકની ‘મહાભારત’ નામની ૬ કલાકની અંગ્રેજી ફિલ્મ પરનો નિબંધ આવો એક નમૂનેદાર લેખ છે; ક્યાંક વિશિષ્ટ કાવ્યાસ્વાદ કરાવતું સ્મરણ-અંકન છે – જેમ કે ‘બસ્તીમેં ચાર ચાંદ…’ નામનો નિબંધ; ક્યાંક, અધ્યાપક તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓ સાથેના ચર્ચા-સંવાદનો વિચારોત્તેજક ને સૌને રસ પડે એવો આલેખ છે. આવા વિવિધ વિષયો પરના નિબંધો વાચકને પણ એક તાજગીનો અનુભવ કરાવે છે.
 
લેખકનું બહોળું વાચન હંમેશાં એમની સ્મૃતિમાં ચમકતું રહે છે ને પ્રકૃતિના આનંદને એ દ્વિગુણિત કરે છે . લેખક કહે છે – ‘કોઈ ઋતુની વાત કરીએ ને કવિ કાલિદાસ ન આવે કે રવિ ઠાકુર ન આવે એવું કેમ બને?’ અનેકવિધ કવિતા ઉપરાંત પૌરાણિક પ્રસંગો અને પાત્રો પણ આ નિબંધોમાં અનાયાસ ઊપસે છે ને લેખકની રસિક બહુશ્રુતતાનો પરિચય આપે છે.
 
તો, એવા વૈવિધ્યવાળા નિબંધલોકમાં પ્રવેશીએ…
author

ભોળાભાઈ પટેલ

વધુ જાણો

ભોળાભાઈ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો