Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

યુરોપ-અનુભવ

ભોળાભાઈ પટેલ


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

લેખકના ભારતભ્રમણના નિબંધો પછી વિદેશભ્રમણના આ નિબંધોમાં યુરોપનાં બ્રિટન સમેત બ્રસેલ્સ, બેલ્જિયમ, જર્મની, વિયેના, રોમ, વેટિકન, પેરિસ જેવાં સ્થળોના પ્રાકૃતિક સૌંદર્ય, કલાકૃતિસૌંદર્ય, મનુષ્યસૌંદર્ય ઉપરાંત માનવસંબંધોનું સહજ સર્જનાત્મક ગદ્યમાં આલેખન થયું છે. ભોળાભાઈએ જે અખૂટ રસથી આ બધું જોયું-માણ્યું છે એનું એવી તાદૃશતાથી નિરૂપણ કર્યું છે કે એ વાચકને પણ એ અનુભવોની નિકટ લઈ જાય છે. 
 
યુરોપમાં પ્રવાસ તો આપણાંમાંથી કેટલાંકે કર્યો પણ હોય પરંતુ અહીં લેખકના આગવા રસાનુભવો વધુ રસપ્રદ બને એવા છે : જર્મનીના નદી-પર્વતમાળા-વનપ્રદેશમાંથી પસાર થતા સુંદર લાંબા મોટરમાર્ગ ‘રોમાંટિશે સ્ટ્રાસે’(રોમાન્ટિક રોડ)ની વાત હોય કે સુંદર થુનર સરોવર-કાંઠેના સ્પિએઝની વાત હોય કે વેટિકન સિટીનાં વિશિષ્ટ મ્યુઝિયમોમાં વિચરણની વાત હોય – ભોળાભાઈના પ્રતિભાવો હૃદ્ય છે. જગપ્રસિદ્ધ શિલ્પ ‘વિનસનો જન્મ’નો એમનો પ્રતિભાવ જુઓ: 
‘સદ્યજાતા, નગ્નકાન્તિ, પૂર્ણસ્ફુટિતા વિનસ છે અને હું છું. જોઉં છું, જોઉં છું, જોઉં છું…’ રોમમાં કવિ કિટ્સના સ્મૃતિ-નિવાસની મુલાકાત કવિના જીવન અને કવિતાનાં જે અનેક સ્મરણો જગાડે છે એ લેખકની રસિક વિદ્વત્તાનો પરિચય કરાવે છે. રોંદોનાં શિલ્પોથી સોહતી પેરિસનું એક અપ્રતિમ કલા-સૌંદર્યની નગરી તરીકેનું આલેખન તો છે જ, પણ માનવસૌંદર્ય? ભોળાભાઈ મુક્ત નિખાલસતાથી કહે છે : પેરિસના રસ્તાઓ પર ‘હજારો સુંદર ચહેરા એકસાથે જોયા.’
એવા સુંદર નિબંધજગતમાં હવે પ્રવેશ કરીએ –
author

ભોળાભાઈ પટેલ

વધુ જાણો

ભોળાભાઈ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો