એકત્ર ફાઉન્ડેશન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અલગ રીતે સક્રિય છે. દુર્લભ પુસ્તકો, પ્રશિષ્ટ પુસ્તકો હવે ડિજિટલ સ્વરૂપે આપણી સામે એ મૂકી આપે છે અને એ પણ નિઃશુલ્ક. વળી, વિવિધ પ્રકારના સંપાદનો પણ તૈયાર કરાવે છે. સંપાદનની એ શ્રેણી અંતર્ગત ‘ગુજરાતી એકાંકીસંપદા’ પ્રગટ થાય છે, એનો આનંદ છે. ભજવી શકાય એવાં એકાંકી એકસાથે અહીં પ્રગટ થાય છે, એ એનું મહત્ત્વ છે. જેમના પુસ્તકો રૂપે નથી પ્રગટ થયાં છતાં ભજવાયાં છે, એવા એકાંકીઓ પણ અહીં છે, એટલે એનું મહત્ત્વ વધી જાય છે. નિવેદનમાં મેં વિગતે આ એકાંકીઓ વિશે વાત કરી છે. એકત્ર ફાઉન્ડેશન અને અતુલ રાવલનો આભારી.
– ધ્વનિલ પારેખ
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
-
ઇબુક
વસ્તુસંખ્યાકોશ
-
ઇબુક
જેલ ઑફિસની બારી
-
-
-