Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ

શૈલેશ પારેખ


વિભાગ : નાટક

રોમાં રોલાંએ લખ્યું છે: ટાગોર અને ગાંધી, બંને એકબીજાને આદર અને સન્માનપૂર્વક જોતા હતા પણ તેમના દૃષ્ટિકોણમાં આસમાન અને જમીન જેટલો તફાવત હતો. એક હતા પ્લૅટો જેવા ચિંતક તો બીજા હતા સેન્ટ પૉલ જેવા સંત. આ બે મેધાવી પુરૂષો વચ્ચેનો વિવાદ અગત્યનો છે કારણ કે એક તરફ છે મુક્ત, સરળ અને મહાન મેધા જે મનુષ્યની બધી જ આકાંક્ષાને સહાનુભૂતિ અને શાણપણમાં ઢાળવા માંગે છે તો બીજી તરફ છે ધાર્મિક શ્રદ્ધા અને સખાવતનું હાર્દ જે ઝંખે છે એક નવીન માનવતાનું પ્રસ્થાપન.
 
રવીન્દ્રનાથ અને ગાંધીજીના સંબંધની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્રનાથની વય હતી ૫૪ અને ગાંધીજીની ૪૬. તેમણે ક્યારેય એકબીજાની સાથે કામ કર્યું ન હતું કે તેઓ સાથે રહ્યા ન હતા. તેમનો સંબંધ વિવાદના વંટોળમાં ફંગોળાયો હતો અને છતાં ય તેમના સ્નેહ અને સન્માનની માત્રામાં ક્યારેય ઓટ આવી ન હતી. આ એક રહસ્યમય અને વિસ્મયકારક હકીકત છે. જ્યારે કોઈ વ્યક્તિત્વને અતિક્રમીને વ્યક્તિને પામી શકે ત્યારે જ આ શક્ય થઈ શકે. રવીન્દ્રનાથ અને ગાંધીજી, બંને સત્યની શોધમાં નીકળેલા બે યાત્રીઓે હતા. બંનેના માર્ગ જુદા હતા અને બંનેને પોતાના માર્ગમાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા હતી તેમ જ બીજાની નિષ્ઠામાં સંપૂર્ણ વિશ્વાસ હતો.
 
સવ્યસાચી ભટ્ટાચાર્ય સંપાદિત ધ મહાત્મા ઍન્ડ ધ પોએટ વાંચતાં આ પ્રયાસનો વિચાર આવ્યો હતો. આ પુસ્તકમાં રવીન્દ્રનાથ અને ગાંધીજી વચ્ચેના પત્ર-વહેવાર તેમ જ લેખોનું સંકલન કરવામાં આવ્યું છે.
author

શૈલેશ પારેખ

વધુ જાણો

શૈલેશ પારેખ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો