Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ — ૧

શૈલેશ પારેખ


વિભાગ : અનુવાદ

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કાવ્યરચનાનો અંગ્રેજીમાંથી કરેલો ગુજરાતી ભાવાનુવાદ

બંગાળી ભાષા ન જાણનાર માટે રવીન્દ્ર-સાહિત્યનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે તેમણે પોતે અંગ્રેજીમાં અનુવાદ કરેલાં પોતાનાં કાવ્યો. તેમાં અંગ્રેજી ગીતાંજલિ (ગીતાંજલિ: સોંગ ઓફરિંગ્સ)ને સિંહદ્વાર કહી શકાય. ૧૯૧૨માં પ્રગટ થયેલી અંગ્રેજી ગીતાંજલિને સામાન્ય જનતા તેમ જ વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિભાવ મળ્યો અને રવીન્દ્રનાથ જગતના સાહિત્ય-વર્તુળોમાં જાણીતા થઈ ગયા. અંગ્રજી ગીતાંજલિમાં મોટા ભાગનાં કાવ્યો દિવ્ય તત્ત્વ પ્રતિ ઢળે છે. તેને કારણે પશ્ચિમમાં રવીન્દ્રનાથની છાપ સંત કવિની પડી. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિનો પશ્ચિમને ખ્યાલ આપવા માટે રવીન્દ્રનાથે ૧૯૧૬માં ધ ગાર્ડનર અને ક્રેસંટ મુન, ૧૯૧૬માં ફ્રુટગેધરિંગ, ૧૯૧૮માં લવર્સ ગીફ્ટ એન્ડ ક્રોસિંગ અને ૧૯૨૧માં ધ ફ્યુજિટીવ પ્રગટ કર્યાં હતાં. ૧૯૨૧ પછી રવીન્દ્રનાથે પોતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું એક પણ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. પણ તેનો અર્થ એવો નથી કે તેઓ અંગ્રેજી અનુવાદ કરતા ન હતા. તેમના મૃત્યુ પછી એક વર્ષે, ૧૯૪૨માં પ્રગટ થયેલા પુસ્તક, પોએમ્સમાં રવીન્દ્રનાથ અનુદિત ૧૧૮ કાવ્યો છે જે અન્યત્ર પ્રગટ થયાં ન હતાં ને તેમાંથી ૫૩ કાવ્યો મૂળ બંગાળીમાં ૧૯૨૧ પછી લખાયાં હતાં...

author

શૈલેશ પારેખ

વધુ જાણો

શૈલેશ પારેખ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો