Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના

ચંદ્રકાન્ત શેઠ


મારાં વ્યાખ્યાનોમાં અનુક્રમે મહાદેવભાઈનાં અધ્યાત્મચિંતન, સાહિત્યસર્જન તેમ જ ગાંધીદર્શનને રજૂ કરવાનો પ્રયાસ રહ્યો. આ ‘ગાંધીદર્શન' પણ મહાદેવભાઈનાં સાહિત્યમાં – વિશેષે તો એમની ડાયરીઓમાં જે રજૂ થતું હોય છે. તેથી જ એ વ્યાખ્યાન ત્રીજા ક્રમમાં આપવાનું યોગ્ય માન્યું છે, અન્યથા એ બીજા ક્રમે આપવાનું જ વિચારાયું હોત. અહીં તો મહાદેવભાઈના શબ્દ પાછળનું મુખ્ય પ્રેરક બળ જે અધ્યાત્મ, જે શીલ તેને પહેલો ક્રમ આપી, બીજા ક્રમે તેમના શબ્દની અને ત્રીજા ક્રમે એમના શબ્દમાં વિષય બનીને આવેલા ગાંધીજી અંગેની વાત રજૂ કરવાનો અભિગમ રાખ્યો છે.

આ વ્યાખ્યાનોમાં મહાદેવભાઈનાં અધ્યાત્મજીવન તેમ જ સાહિત્યિક જીવનનાં બધાં જ પાસાં આવી જાય છે એવો આ વ્યાખ્યાનકારનો દાવો ન જ હોય. આમ છતાં એમનાં અધ્યાત્મ તેમ જ સાહિત્યિક જીવનની મુખ્ય મુખ્ય બાબતો આમાં આવી જાય એ માટે યથાશક્તિ કાળજી લીધી છે. મહાદેવભાઈનાં જીવનકર્મના પ્રેમી સૌને આ વ્યાખ્યાનો કંઈકેય ઉપયોગી થશે તો મને તો આનંદ જ થશે.

– ચંદ્રકાન્ત શેઠ

author

ચંદ્રકાન્ત શેઠ

વધુ જાણો

ચંદ્રકાન્ત શેઠ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો