Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ઉમાશંકરનો વાગવૈભવ

ચંદ્રકાન્ત શેઠ


વિભાગ : વિવેચન

આપણા જાણીતા કવિ, ગદ્યકાર અને વિવેચક શ્રી ચંદ્રકાન્ત શેઠે ઈ. સ. ૧૯૭૮માં ૩ ભાગમાં લખેલા મહાનિબંધનું આજે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ઈ-પ્રકાશન થઈ રહ્યું છે. આ પૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૩ ભાગ અને તેની ૨ આવૃત્તિઓમાં પ્રકાશિત થયેલ છે. જેમની વિદ્વત્તાને દેશવિદેશના વિદ્વાનોએ સન્માની છે એવા આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક-વિવેચક ઉમાશંકર જોશીનું સમ્યગ દર્શન આ મહાગ્રંથમાં લાધે છે. હજાર ઉપરાંત પૃષ્ઠો ધરાવતો આ ગ્રંથ ત્રણ ખંડોમાં વિભાજિત છે. ગુજરાતી ભાષાસાહિત્યના સૌ અભ્યાસીઓને આ ગ્રંથ થકી વિરલ સંદર્ભસેવા પૂરી પડશે તેવી અપેક્ષા છે.

શ્રી ઉમાશંકર જોશીના સાહિત્ય વિચારને આપણી વર્તમાન અને ભાવિ પેઢી માટે ઉપલબ્ધ કરવાના અમારા આ પ્રયત્નમાં સહકાર આપવા બદલ શ્રી ચંદ્રકાન્ત શેઠનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી ચંદ્રકાન્ત શેઠના દીર્ઘકાલીન પરિશ્રમની ફલશ્રુતિ-રૂપ આ ગ્રંથનું ડિજિટલ પ્રકાશન તે એકત્ર ગ્રંથાલયનું એક નોંધપાત્ર નજરાણું છે. વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધાન કરતી આ સાહિત્યિક વિભૂતિનો આ ગ્રંથ સૌ ઉમાશંકરપ્રેમીઓને ઉપયોગી થશે એવી આશા છે.

author

ચંદ્રકાન્ત શેઠ

વધુ જાણો

ચંદ્રકાન્ત શેઠ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો