Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

શ્રેષ્ઠ બળવંતરાય

નિરંજન ભગત


નિરંજન ભગત સંપાદિત (ચિમનલાલ ત્રિવેદી અને ભોળાભાઈ  સાથે) ‘શ્રેષ્ઠ ઉમાશંકર’ (૨૦૦૯), ‘શ્રેષ્ઠ ન્હાનાલાલ’ અને ‘શ્રેષ્ઠ રા. વિ. પાઠક’ (૨૦૧૨)માં પ્રગટ થયાં હતાં અને તે જ શ્રેણીમાં ‘શ્રેષ્ઠ બલવન્તરાય’ ૨૦૧૮માં પ્રગટ થાય છે. આ પુસ્તકના સંપાદકો છે, ચિમનલાલ ત્રિવેદી અને નિરંજન ભગત. ચિમનલાલ ત્રિવેદીનું ૨૦૧૫માં અવસાન થયું અને નિરંજન ભગતનું ફેબ્રુઆરી ૨૦૧૮માં. પ્રકાશક નોંધે છે તેમ અવસાનના બે અઠવાડિયા પહેલાં નિરંજન ભગત તેમની ઓફિસે આવેલા અને ત્યારે એમ નક્કી કરેલું કે તેમના આવનાર જન્મદિવસે (ચાર માસ પછી) આ પુસ્તક પ્રગટ કરવું અને તે માટે આવશ્યક સંપાદકીય નોંધ પ્રકાશકને સમયસર મળે તે પ્રમાણે લખી શકાશે. તેથી આ પુસ્તક કોઈ પણ સંપાદકીય નોંધ વિના પ્રગટ કરવું પડ્યું હતું. બલવન્તરાય નિરંજન ભગતના પિતાતુલ્ય મિત્ર તેમ જ માર્ગદર્શક હતા તેમ જ સાહિત્યના ક્ષેત્રે તેમના આદર્શ પણ હતા. તેમને ‘બલ્લુકાકા’ના ‘પ્રખર ગ્રીષ્મના સૂર્ય શા’ તેમ જ ‘શરદ શાન્ત માધુર્ય શા’ કંઠનો અંગત પરિચય હતો. આ સંપાદકીયમાં એક સંપાદકની તટસ્થ દ્રષ્ટિવાળા વિશ્લેષણની અપેક્ષા હોય, જે હવે હંમેશને માટે અધૂરી જ રહેશે.

— શૈલેશ પારેખ

 

author

નિરંજન ભગત

વધુ જાણો

નિરંજન ભગત રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો