Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

યોગેશ જોષીની કવિતા

ઊર્મિલા ઠાકર


વિભાગ : કવિતા

અવાજના અજવાળાને ઓળખનાર, અજવાળાના અવાજને પરખનાર કવિશ્રી યોગેશ જોષીનો જન્મ ૩જી જુલાઈ ૧૯૫૫માં મહેસાણામાં. વતન વિસનગર. માતા અનિલાબહેન. પિતા ભાનુપ્રસાદ. પત્ની રશ્મિબહેન. એક પુત્ર મૌલિક અને પુત્રી કૃતિ. યોગેશ જોષીએ બાળમંદિરથી બી.એસસી. સુધીનો અભ્યાસ વિસનગરમાં કર્યો. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ફિઝિક્સ વિષય સાથે એમ.એસ.સી. થયા. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનમાં ઍન્જિનિયર. ૨૦૧૫માં BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત.

યોગેશ જોષી વિજ્ઞાનના વિદ્યાર્થી હોવા છતાં તેમણે સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન કર્યું છે. સાહિત્યક્ષેત્રે અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યાં છે. તો ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્ર તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમને ૧૯૯૧માં ‘સંચારશ્રી’ ઍવોર્ડ એનાયત કરેલો.

યોગેશ જોષીએ કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ મબલખ સર્જન કર્યું છે, તો બાળસાહિત્યક્ષેત્રે પણ અઢળક કામ કર્યું છે. તેમનું બાળસાહિત્ય અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં પણ અનુવાદિત થયેલું છે. તેમની પંદરેક ઇ-બુક્સ ઓનલાઇન ઉપલબ્ધ છે. ખૂણે બેસીને, ધૂણી ધખાવીને ચૂપચાપ કાર્ય કરનાર આ સર્જકે સાહિત્યના દેરક સ્વરૂપમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે.

કાલીઘેલી બોલીમાં બાળવયે કરેલી પ્રાર્થનાઓ – ‘ઓ ઈશ્વર ભજીએ તને’, ‘સાચી વાણીમાં શ્રીરામ’, નરસિંહ, મીરાં, કાન્ત, ઉમારશંકર, સુન્દરમ્‌ જેવા કવિઓનો અદ્‌ભુત વારસો, માતૃભાષાનો લગાવ, ઘરનું વાતાવરણ, મોટીબાની વાતો, પિતા કવિતા-વાર્તા લખતા ને હસિત બૂચ દ્વારા વિસનગરમાં ચાલતી ‘બુધસભા’માં જતા. સંવેદનસભર માતા, કવિનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે પરિબળોએ આ કવિની સર્જક-પ્રતિભાને ઘડી છે...

author

ઊર્મિલા ઠાકર

વધુ જાણો

ઊર્મિલા ઠાકર રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો