સુરેશ જોષી

લેખક

સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.

કોઈપણ સાહિત્યમાં જુદીજુદી શક્તિવાળા અનેક લેખકો હોવાના, કેટલાક વિશેષ પ્રભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.જો. એવા એક યુગવર્તી સાહિત્યકાર હતા.

એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. એ પ્રકૃતિના સૌંદર્યની, એની રહસ્યમયતાની એમના સર્જકચિત્ત પર ગાઢ અસર પડી.

મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. પણ એમની લાંબી કારકિર્દી (1951-1981) તો વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહી. વડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક બન્યું.

સુરેશ જોષીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યો. એ સમય પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યમાં આધુનિકતા–modernityનો હતો. એના પરિશીલનદ્વારા પરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે, પ્રભાવક લેખનથી આધુનિકતાવાદી આંદોલનની દિશામાં પલટ્યો. સતત લખતા રહીને એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા પ્રગટાવી.

સર્જક તરીકે એમણે કવિતા અને નવલકથા તો લખ્યાં જ, પણ એમની સર્જકતાનું શિખર એમની વિલક્ષણ ટૂંકી વાર્તાઓ. ‘ગૃહપ્રવેશ’(1957)થી શરૂ થતા એ વાર્તાપ્રવાહથકી એમણે માનવચિત્ત અને સંવેદનનાં ઊંડાણોનો પરિચય કરાવતી વિશિષ્ટ વાર્તા રચી – માત્ર કથા નહીં પણ રચના, એ સુરેશ જોષીનો વાર્તા-વિશેષ.

સુરેશ જોષીનું બીજું સર્જક-શિખર તે એમના સર્જનાત્મક, અંગત ઉષ્માવાળા લલિત નિબંધો. ‘જનાિન્તકે’(1965)થી શરૂ થયેલો એ આનંદ-પ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.

આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો - વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.

(પરિચય - રમણ સોની)

સુરેશ જોષી દ્વારા અન્ય પુસ્તકો

  • આત્મપરિચય
    book icon

    ઇબુક

    આત્મપરિચય

    લેખક: સુરેશ જોષી

  • કાફકા
    book icon

    ઇબુક

    કાફકા

    લેખક: સુરેશ જોષી

  • દોસ્તોએવ્સ્કી
    book icon

    ઇબુક

    દોસ્તોએવ્સ્કી

    લેખક: સુરેશ જોષી

  • આલ્બેર કૅમ્યૂ
    book icon

    ઇબુક

    આલ્બેર કૅમ્યૂ

    લેખક: સુરેશ જોષી

  • રિલ્કે
    book icon

    ઇબુક

    રિલ્કે

    લેખક: સુરેશ જોષી

  • અષ્ટમોઅધ્યાય
    book icon

    ઇબુક

    અષ્ટમોઅધ્યાય

    લેખક: સુરેશ જોષી

  • ચિન્તયામિ મનસા
    book icon

    ઇબુક

    ચિન્તયામિ મનસા

    લેખક: સુરેશ જોષી

  • અરણ્યરુદન
    book icon

    ઇબુક

    અરણ્યરુદન

    લેખક: સુરેશ જોષી

  • શૃણ્વન્તુ
    book icon

    ઇબુક

    શૃણ્વન્તુ

    લેખક: સુરેશ જોષી

  • કાવ્યચર્ચા
    book icon

    ઇબુક

    કાવ્યચર્ચા

    લેખક: સુરેશ જોષી

  • કથોપકથન
    book icon

    ઇબુક

    કથોપકથન

    લેખક: સુરેશ જોષી

  • ગુજરાતી કવિતાનો આસ્વાદ
    book icon

    ઇબુક

    ગુજરાતી કવિતાનો આસ્વાદ

    લેખક: સુરેશ જોષી

  • કિંચિત્
    book icon

    ઇબુક

    કિંચિત્

    લેખક: સુરેશ જોષી

  • મરણોત્તર
    book icon

    ઇબુક

    મરણોત્તર

    લેખક: સુરેશ જોષી

  • છિન્નપત્ર
    book icon

    ઇબુક

    છિન્નપત્ર

    લેખક: સુરેશ જોષી

  • કથાચક્ર
    book icon

    ઇબુક

    કથાચક્ર

    લેખક: સુરેશ જોષી

  • વિદુલા
    book icon

    ઇબુક

    વિદુલા

    લેખક: સુરેશ જોષી

  • એકદા નૈમિષારણ્યે
    book icon

    ઇબુક

    એકદા નૈમિષારણ્યે

    લેખક: સુરેશ જોષી

  • ન તત્ર સૂર્યો ભાતિ
    book icon

    ઇબુક

    ન તત્ર સૂર્યો ભાતિ

    લેખક: સુરેશ જોષી

  • અપિ ચ
    book icon

    ઇબુક

    અપિ ચ

    લેખક: સુરેશ જોષી

  • બીજી થોડીક
    book icon

    ઇબુક

    બીજી થોડીક

    લેખક: સુરેશ જોષી

  • ગૃહપ્રવેશ
    book icon

    ઇબુક

    ગૃહપ્રવેશ

    લેખક: સુરેશ જોષી

  • ઉપજાતિ
    book icon

    ઇબુક

    ઉપજાતિ

    લેખક: સુરેશ જોષી

  • પરકીયા
    book icon

    ઇબુક

    પરકીયા

    લેખક: સુરેશ જોષી

  • તથાપિ
    book icon

    ઇબુક

    તથાપિ

    લેખક: સુરેશ જોષી

  • ઇતરા
    book icon

    ઇબુક

    ઇતરા

    લેખક: સુરેશ જોષી

  • પ્રત્યંચા
    book icon

    ઇબુક

    પ્રત્યંચા

    લેખક: સુરેશ જોષી

  • આત્મનેપદી
    book icon

    ઇબુક

    આત્મનેપદી

    લેખક: સુરેશ જોષી

  • વિદ્યાવિનાશને માર્ગે
    book icon

    ઇબુક

    વિદ્યાવિનાશને માર્ગે

    લેખક: સુરેશ જોષી

  • પશ્યન્તિ
    book icon

    ઇબુક

    પશ્યન્તિ

    લેખક: સુરેશ જોષી

  • ઇતિ મે મતિ
    book icon

    ઇબુક

    ઇતિ મે મતિ

    લેખક: સુરેશ જોષી

  • પ્રથમ પુરુષ એકવચન
    book icon

    ઇબુક

    પ્રથમ પુરુષ એકવચન

    લેખક: સુરેશ જોષી

  • રમ્યાણિ વીક્ષ્ય
    book icon

    ઇબુક

    રમ્યાણિ વીક્ષ્ય

    લેખક: સુરેશ જોષી

  • અહો બત કિમ્ આશ્ચર્યમ્
    book icon

    ઇબુક

    અહો બત કિમ્ આશ્ચર્યમ્

    લેખક: સુરેશ જોષી

  • ઇદમ્ સર્વમ્
    book icon

    ઇબુક

    ઇદમ્ સર્વમ્

    લેખક: સુરેશ જોષી

  • જનાન્તિકે
    book icon

    ઇબુક

    જનાન્તિકે

    લેખક: સુરેશ જોષી