Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ

પ્રભુદાસ પટેલ


વિભાગ : ટૂંકી વાર્તા

ધરમાભાઈ શ્રીમાળી અનુઆધુનિક સમયના પ્રતિષ્ઠિત વાર્તાકાર છે. ‘સાંકળ’ (૧૯૯૭) વાર્તાસંગ્રહથી જ વાર્તા સાથે પૂરી નિષ્ઠા-નિસબતથી પનારો પાડનારા આ સર્જક પાસેથી ‘સાંકળ’ ઉપરાંત ‘નરક’ (૨૦૦૩), ‘રવેશ’ (૨૦૦૫), ‘ઝાંખરું’ (૨૦૧૨) અને ‘પીઠી’ (૨૦૧૬) જેવા વાર્તાસંગ્રહો સાંપડ્યા છે. આ વાર્તાસર્જનોમાંથી પસાર થયા પછી અચૂક પ્રતીતિ થઈ આવે કે, વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીને મુખ્ય અને દલિત બન્ને ધારાઓમાં વાર્તા રચવાની સારી ફાવટ છે. અને ૧૯૯૭થી શરૂ થયેલી તેમની વાર્તા સર્જનયાત્રા, તેમના છેલ્લા પડાવ ‘પીઠી’ સુધી પહોંચતાં વાર્તાના વસ્તુવૈવિધ્ય, પાત્રગત મનોયંત્રણાઓનું કલાત્મક નિરૂપણ, રચનારીતિમાં મૌલિક અને પોતીકી યુક્તિ-પ્રયુક્તિઓના વિનિયોગ અને સર્જનાત્મક ભાષાકર્મ વગેરેમાં ખાસ્સો વિકાસ અને પરિપક્વતા પમાય છે...

author

પ્રભુદાસ પટેલ

વધુ જાણો

પ્રભુદાસ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો