Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓ

નરેશ શુક્લ


વિભાગ : ટૂંકી વાર્તા

‘પ્રવીણસિંહ ચાવડાને વાર્તા હાથવગી છે’ – એવું વિધાન કરવામાં જરા સરખો પણ સંકોચ ન થાય એવું સાતત્યભર્યો સર્જન ફ્લૉ રહ્યો છે. આમ તો એમણે નાની ઉંમરે લખવાની શરૂઆત કરેલી પણ એ પોતે મહત્ત્વપૂર્ણ તબક્કો અંદાજે ૧૯૯૮ની આસપાસ શરૂ થાય છે એને ગણે છે. પછીના સવા-દોઢ દાયકામાં જ એમની વાર્તાઓની સંખ્યા સદી વટાવી જાય છે. ૧૧ જટેલા સમૃદ્ધ કહી શકાય એવા વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ઉપરાંત સંપાદનો અને સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થઈ રહી છે. ૧૯૮૫ પછીના ગુજરાતી સાહિત્યના સમયગાળાને ‘અનુઆધુનિક’ સમયગાળો ગણવાના પ્રયાસો થઈ રહ્યાં છે એમાં પ્રવીણસિંહ ચાવડાનું પ્રદાન અવગણી શકાય એમ નથી. સંખ્યા અને ગુણવત્તા બન્ને દૃષ્ટિએ એમની વાર્તાઓ ધ્યાન ખેંચે છે....

author

નરેશ શુક્લ

વધુ જાણો

અન્ય પુસ્તકો