Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

માય ડિયર જયુની વાર્તાઓ

ગિરીશ ચૌધરી


વિભાગ : ટૂંકી વાર્તા

વાર્તાસ્વરૂપની સંપ્રજ્ઞતા ધરાવતા માય ડિયર જયુએ ટૂંકીવાર્તાના સ્વરૂપને ખૂબ જ સભાનતાથી ખેડ્યું છે. ‘ઘટના વિના વાર્તા નહીં પણ ઘટના એ વાર્તા નથી; કથનવિશેષથી વાર્તા નીપજે છે.’ – એવું દૃઢપણે માનતા આ સર્જકે પોતાની વાર્તાઓમાં આગવી કથનરીતિ પ્રયોજી છે. માય ડિયર જયુ ઘટનાનું વાર્તાન્તરણ કરવા માટે કથનવિશેષને મહત્ત્વનું ગણે છે. વિષયવૈવિધ્ય, નોંખા ભાવસંવેદનો, અભિવ્યક્તિની વિવિધ પ્રયુક્તિઓ, તળબોલી અને પરિવેશ તેમજ કથનવિશેષનું વૈવિધ્ય તેમની વાર્તાના વિશેષો છે. માય ડિયર જયુ ૧૯૯૯માં ‘જીવ’ અને ‘થોડાં ઓઠાં’ એમ બે વાર્તાસંગ્રહો સાથે ગુજરાતી વાર્તાસૃષ્ટિમાં પ્રવેશ કરે છે. તે પછી ૨૦૦૫માં ‘સંજીવની’ અને ૨૦૦૯માં ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તાસંગ્રહ આપે છે. આ ચાર સંગ્રહમાં સંગ્રહિત ૭૦ વાર્તામાંથી માય ડિયર જયુની સર્જકતાનો હિસાબ આપતી ૯ વાર્તાઓ સંપાદનમાં સમાવી છે. ટૂંકીવાર્તામાં કથનનું સવિશેષ મહત્ત્વ જોનારા માય ડિયર જયુની વાર્તાસૃષ્ટિમાંથી પસાર થતાં તેમની આગવી કથનરીતિનો પરિચય ભાવકોને મળી રહે છે...

author

ગિરીશ ચૌધરી

વધુ જાણો

ગિરીશ ચૌધરી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો