Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

સૈરન્ધ્રી

વિનોદ જોશી


વિભાગ : કવિતા

`સૈરન્ધ્રી' વિનોદ જોશીનું ૨૦૧૮માં પ્રગટ થયેલું સાત સર્ગ અને ઓગણપચાસ ખંડમાં લખાયેલું ચોપાઈ અને દોહરામાં નિબદ્ધ પ્રબંધકાવ્ય છે. મહાભારતના વિરાટપર્વમાં આવતાં કથાનકનો લગીર આધાર લઇ કવિએ તેમાં, અજ્ઞાતવાસ દરમિયાન સૈરન્ધ્રી બનતી દ્રૌપદીનાં સૂક્ષ્મ મનોસંચલનો અને તે નિમિત્તે મનુષ્યજીવનની સદા અજ્ઞાત રહેવું પડતું હોવાની અપરિહાર્ય અને ઘોર વિભીષિકાનું ઘેરું આલેખન કર્યું છે. અહીં મહાભારતકારથી તદ્દન અલગ કવિદૃષ્ટિએ આલેખાયેલી સૈરન્ધ્રી કેવળ એક સ્ત્રી છે જે પોતાનાં પ્રકૃતિદત્ત આવિર્ભાવો અને આપદ્ સ્થિતિઓના દ્વંદ્વો વચ્ચે ફસાયેલી છે. અહીં, કર્ણ પ્રત્યેનો એનો જીવનપર્યંતનો સહજ નૈસર્ગિક અનુરાગ, પાંચ પાંડવપતિઓના સ્વીકારનું અણગમતું સમાધાન, કીચક પરનું સ્વયં આક્રમણ, દંડિત થયાની ઓજસપૂર્ણ પ્રતિક્રિયા અને પ્રગટ ઓળખ પાછળની અપ્રગટ ઓળખની શોધ કાવ્યનું મુખ્ય ચાલક બળ બને છે. અગ્નિપુત્રીનાં ચિતા-આરોહણથી કાવ્યનો અંત આવે છે પણ ભાવકચિત્તમાં ત્યારે જ તેનો ખરો પ્રારંભ થાય છે. વર્ણસૌન્દર્યની અવનવીન કાવ્યાત્મક છટાઓ દાખવતાં આ સુનિબદ્ધ પ્રબંધકાવ્યમાં ગૂંથાયેલું સર્વકાલીન તત્ત્વદર્શન પ્રશિષ્ટ કાવ્યભાષામાં નિરાળું લાગે તેવું છે. મધ્યકાલીન કાવ્યસ્વરૂપનું અહીં નવેસરથી રૂપાયન થયું જોવા મળે છે. કવિમુખે આ કાવ્યનું પઠન અહીં પ્રસ્તુત છે.

 

author

વિનોદ જોશી

વધુ જાણો

અન્ય પુસ્તકો