Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

સંજ્ઞાન

સુમન શાહ


વિભાગ : વિવેચન

સંજ્ઞાન (cognition) / સુમન શાહ (મુખપૃષ્ઠ / મદીર શાહ)

સાહિત્યવિવેચનના ૨૧ સિદ્ધાન્ત-પ્રત્યક્ષ લેખો : ડૅમિ પૃ ૨૬૩ : પાર્શ્વ પ્રકાશન, ૧૯૯૧ : એકત્ર ફાઉન્ડેશન, ઑનલાઇન પ્રકાશન, ડિસેમ્બર ૨૦૨૩.


છેવટે તો સઘળું વિવેચન સાહિત્યકલાના જ્ઞાન-સંજ્ઞાન સંદર્ભે છે. જ્ઞાન-સંજ્ઞાનનું કેન્દ્ર છે, અર્થ. આ પુસ્તકના લેખો એક રીતે જોતાં અર્થ અને સાહિત્યિક અર્થની ચર્ચા કરે છે.


બીજી રીતે જોતાં, આ લેખો વિવેચનના હાર્દરૂપ સિદ્ધાન્તોની ચર્ચા કરે છે અને તેને ફિનૉમિનોલૉજિ, અસ્તિત્વશીલ ચિન્તન, વાસ્તવશીલ વિચારધારા, કલામીમાંસા, ભારતીય કાવ્યશાસ્ત્ર તેમજ ઍરિસ્ટોટલના પોએટિક્સથી તપાસે છે, ચકાસે છે.


આ લેખો મુખ્યત્વે ૧૯૮૧થી ૧૯૯૧ના દાયકામાં લખાયા છે, સાહિત્યકલાને વિશેની મારી રૂપપરક અને તે પછીની દૃષ્ટિભંગિ પ્રમાણવામાં એનો ઉપયોગ જોઈ શકું છું.

 — સુમન શાહ

author

સુમન શાહ

વધુ જાણો

સુમન શાહ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો