Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન


વિભાગ : અલભ્ય પુસ્તક શ્રેણી

ઈ. 1911માં ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’એ પ્રગટ કરેલું આ પુસ્તક ઈ.1848થી ઈ.1908 સુધીનાં 60 વર્ષના ગુજરાતી સાહિત્યનો પરિચયલક્ષી પણ લગભગ સર્વાશ્લેષી ઇતિહાસ આલેખી આપે છે ને એની ભૂમિકા રૂપે એ પૂર્વેની સાહિત્ય-સ્થિતિનું પણ વિગતવાર નિરૂપણ કરે છે. એ રીતે અર્વાચીન ગુજરાતીના પ્રારંભિક સમયના સાહિત્યનો નકશો દોરી આપતું એક મૂલ્યવાન દસ્તાવેજી ચિત્ર આંકે છે.

બે ખંડ અને 10 પ્રકરણોમાં સુ-આયોજિત આ પુસ્તકમાં પહેલા ખંડમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત, અમદાવાદની સાહિત્ય-ચળવળો, ફાર્બસનું કાર્ય, ગુજરાતનાં વિવિધ શહેરોના ને મુંબઈના ‘પ્રથમ કામ કરનાર ગૃહસ્થો’ તથા બીજા ખંડમાં શાળા-ઉપયોગી ગ્રંથો, લેખનકળા, વ્યાકરણ, ગણિત-આદિ વિષયો, નાટક-કવિતા-ગીતસંગ્રહ અને કહેવતો-નિબંધો-નવલકથાઓ આદિ સાહિત્ય-સ્વરૂપો તેમજ ‘હ્યુમર’ વિશે લેખકની કલમ એક ચોક્કસ દૃષ્ટિકોણથી પણ ઘણી વ્યાપકતાથી ચાલી છે.

પુસ્તકનું લેખન ઇતિહાસલક્ષી-વિગતલક્ષી રહેવા ઉપરાંત ચિત્રાત્મક ને ક્યાંક વિનોદની છાંટવાળું પણ બન્યું છે એ એની વિશેષતા છે. ‘1909ના માર્ચ માસ[સુધી]માં [ગુજરાતીમાં] 99 નાટકો ને 212 નવલકથાઓ હતી’ વગેરે જેવી માહિતી તથા એ સમયનાં છાપખાનાં(પ્રિન્ટિંગ પ્રેસ)/પ્રકાશનકેન્દ્રો અને સામયિકપત્રોની વિગતવાર સૂચિ તથા શબ્દસૂચિ આ પુસ્તકને શાસ્ત્રીય ઘાટ આપે છે.

– રમણ સોની

અન્ય પુસ્તકો