Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ઉદ્દધ્વસ્ત આકાશ

ભોગીલાલ ગાંધી


વિભાગ : અનુવાદ

આ એક નવલકથાએ એક વરસમાં જ દુનિયાને જેટલી ઊંચીનીચી કરી છે, એટલી કોઈ નવલકથાએ કરી નહિ હોય.

અને કોઈ મહાન સર્જકની નોબેલ પારિતોષિક વિજેતા નવલકથા, દુનિયાની મોટા ભાગની મુખ્ય ભાષાઓમાં પ્રગટ થવા છતાં, પોતાની મૂળ ભાષામાં પ્રગટ જ થવા પામી ન હોય એવું ય કદી બન્યું નહિ હોય.

અને કોઈ લેખકને માથે આટઆટલાં કટક ઊતર્યાં પછી ય તે આટલો આત્મસ્થ-સ્વસ્થ રહ્યા હોય એવું ય કદી બન્યું નહિ હોય.

*

આવી આ ઝંઝાવાતભરી નવલકથાનો અને તેના લેખકનો પરિચય અહીં રજૂ કર્યો છે. ખૂબ જ ટુંકાવવા છતાં, બને તેટલા મૂળનો આસ્વાદ કરાવવાની નેમ હોઈ, સંક્ષેપમાં ય, ઘણેબધે મૂળનાં ભાષા-ભાવને વળગી રહેવાનો પ્રયાસ કર્યો છે. કલા-સૌંદર્ય, પ્રીતિ, મૃત્યુ જેવા વિષયો ઉપરનાં કેટલાંક ચિંતન તો, અંગ્રેજી – અવતરણોમાં જ ૨જૂ કરી સંતોષ માન્યો છે.

– ભોગીલાલ ગાંધી

author

ભોગીલાલ ગાંધી

વધુ જાણો

ભોગીલાલ ગાંધી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો