રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ
રમણ સોની દ્વારા અન્ય પુસ્તકો
-
ઇબુક
અવતરણ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
અવલોકન-વિશ્વ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા
સંપાદક: રમણ સોની
-
ઇબુક
કુંવરબાઈનું મામેરું
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૧
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૨
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા
સંપાદક: રમણ સોની
-
ઇબુક
નવલરામ પંડ્યા
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ગુજરાતી અંગત નિબંધો
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે
લેખક: રમણ સોની
-
ઇબુક
વલ્તાવાને કિનારે : પ્રાગ-પ્રવાસ
લેખક: રમણ સોની
-
ઇબુક
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
પ્રાગ પ્રવાસ
લેખક: રમણ સોની
-
ઇબુક
ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી
સંપાદક: રમણ સોની
-
ઇબુક
બુંદબુંદની સૂરત નિરાલી
સંપાદકો: રમણ સોની, કિશોર વ્યાસ
-
ઇબુક
બે હજાર ચોવીસ સમક્ષ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ
સંપાદક: રમણ સોની
-
ઇબુક
ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૯૫ - ૨૦૨૦
સૂચિ-કર્તા: રમણ સોની, કિશોર વ્યાસ