Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગુજરાતી અંગત નિબંધો

રમણ સોની


વિભાગ : નિબંધ

સાહિત્યનો ઈતિહાસ કહેશે કે ગુજરાતીમાં નિબંધનું સ્વરૂપ પહેલીવાર અજમાવ્યું કવિ નર્મદે. હા, એ બરોબર છે. પણ નર્મદમાં લખાવટની આગવી છટા હતી પરંતુ એનું મુખ્ય લક્ષ્ય વિચારવિમર્શનનું હતું, એ ઉદ્‌બોધક અને પ્રબોધક પણ હતું. એટલે, જેને શુદ્ધ અંગત નિબંધ કહીએ એવું લેખન પહેલીવાર કાકા કાલેલકરમાં દેખાયું. એ પછી તો આ અંગત કે લલિત કે સૈાંદર્યલક્ષી નિબંધનાં અનેક લઘુ-ગુરુ શિખરો રચાતાં ગયાં છે, ને છેક આજના યુવા લેખકોએ પણ પોતાની સર્જકતાને નિબંધની કસોટીએ ચડાવી છે. ગુજરાતીમાં લલિત નિબંધ એ રીતે સૌંદર્ય-સમૃદ્ધ થતો ચાલ્યો છે.

આ સંપાદન (અંગત નિબંધો, ભાગ-૧)માં કાકા કાલેલકરથી આરંભીને છેક આજના યુવા સર્જકો સુધીની ૩૨ લઘુ નિબંધકૃતિઓ સંચિત કરી છે. ને એમાં સર્જક-સંવેદનનાં વિવિધ રૂપો પ્રગટાવતી કૃતિઓ પસંદ કરવા તરફ લક્ષ આપ્યું છે.

અહીં દરેક સર્જકમાંથી એક-એક પ્રતિનિધિ નિબંધ લીધો છે.

ક્યાંક, અનિવાર્ય લાગ્યું ત્યાં, બેચાર નિબંધોના કેટલાક અંશો સંપાદિત કરી લીધા છે ને એ ચોરસ કૌંસ[ ]થી દર્શાવ્યા છે. દીર્ઘ લલિત નિબંધોનો એક બીજો સંચય પણ (ભાગ-૨ રૂપે) હવે પછી હાથ ધરીશું.

એકત્રનું આ સંપાદન વાચન રૂપે તેમજ શ્રવણ રૂપે એમ બંને રીતે રજૂ થવાનું છે એથી એ વિશેષ આસ્વાદ્ય બનશે એવી પ્રતીતિ છે.

– રમણ સોની

author

રમણ સોની

વધુ જાણો

રમણ સોની રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો